પોપસિંગર માઇકલ જેક્સનના મિત્ર અને સ્વર્ગસ્થ પ્રોડ્યુસર રાજુ પટેલના પિતાએ જેક્સનના એસ્ટેટ વિરુદ્ધ ચોથી ડિસેમ્બરે કેસ નોંધાવ્યો છે. ફરિયાદી શરદચંદ્ર પટેલે દાવો કર્યો છે કે તેમના પુત્રએ જેક્સનના પ્રશંસકો અંગે મૂવી બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, પણ જેક્સનના એક્ઝિક્યુટર્સે તેમને હોમ વીડિયો ફૂટેજ કે મ્યુઝિક રાઇટ્સ આપવા ઇનકાર કરી દીધો છે.