ન્યૂ યોર્કઃ કામ અને દીર્ઘાયુષ્ય વિશે કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કામ અને દીર્ઘાયુષ્ય વચ્ચે મજબૂત સંબંધ છે. જો તમે ૬૫ વર્ષના થયા હો અને હજી પણ કામ કરો છો તો તમે લાંબું જીવન જીવી શકો છો. વહેલા નિવૃત્ત થવાથી તમારા વહેલા મૃત્યુની શક્યતા વધી જાય છે. અભ્યાસના અગ્રણી લેખક અને અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના ચેનકઇ વુએ જણાવ્યું કે ઉપરોક્ત બાબત દરેક વ્યક્તિને લાગુ થઇ શકે નહીં, પરંતુ અમને એવું લાગે છે કે કામ કરવાથી લોકોને ઘણા આર્થિક અને સામાજિક લાભ મળે છે અને આ લાભોની તમારા જીવન પર અસર થઇ શકે છે.
અભ્યાસમાં ૧૯૯૨થી ૨૦૧૦ દરમિયા નિવૃત્ત થયેલા ૨,૯૫૬ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને નિવૃત્તિની તેમના જીવન પર થયેલી અસરની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં શોધી કાઢવામાં આવ્યું કે એક વર્ષ વધુ કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે.