‘રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને બન્ને નેતાઓ ખૂબ જ મજબૂત સંબંધ ધરાવે છે. ખાસ કરીને આર્થિક તકોના વિસ્તારની દૃષ્ટિએ તેમના સંબંધો ખૂબ જ પ્રગાઢ છે.’ એવું વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પડેલા એક નિવેદનમાં જણાવાયું છે.
વ્હાઇટ હાઉસના નાયબ પ્રેસ સચિવ એરિક શુલ્ત્ઝે ૨૩મી ઓક્ટોબરે પોતાની નિયમિત પ્રેસબ્રિફમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન મોદી સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. અમેરિકા અને ભારત ખૂબ જ નજીકથી સાથે મળીને કામ કરી રહ્યા છે. શુલ્ત્ઝે કહ્યું હતું કે, તેઓ વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધો છે. ખાસ કરીને આર્થિક તકોના વિસ્તારના સંદર્ભે. પોતાની ટીમ અને સમગ્ર તંત્રને ભારત સાથેના અમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવા રાષ્ટ્રપ્રમુખે કહ્યું છે.