નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાત વખતે તેઓ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટ્રમ્પ પ્રમુખ બન્યા તે પછી તેમની મોદી સાથેની પ્રથમ મુલાકાત બની રહેશે. મોદી હ્યુસ્ટનની મુલાકાત પર લેવાના છે. તેઓ હ્યુસ્ટનમાં વર્ષ ૨૦૧૪ની મેડિસન સ્ક્વેર જેવી મેગા પબ્લિક ઇવેન્ટમાં ભાષણ પણ આપી શકે છે. હ્યુસ્ટનના ભારતીય સમુદાયે તે માટે વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્ક અને કેલીફોર્નિયા પછી ટેક્સાસમાં જ સૌથી વધુ સંખ્યામાં ભારતીય સમુદાયનાં લોકો વસે છે.