યુએસ દ્વારા મંજૂર એચ-૪ વિઝામાં ૯૩ ટકા ભારતીય મહિલાઓ

Saturday 12th May 2018 07:34 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા મંજૂર કરાતા એચ-૪ વિઝા મેળવનારામાં ૯૩ ટકા ભારતીયોનો સમાવેશ થાય છે. અમેરિકન કોંગ્રેસે જાહેર કરેલા સ્પાઉસ વિઝા અહેવાલમાં આ વાત જાણવા મળી છે. આ અહેવાલ પ્રમાણે, એચ-૪ વિઝા મેળવનારામાં વીસ ટકા લોકો કેલિફોર્નિયામાં સેટલ થયા છે. એચ-૧બી વિઝાના આધારે અમેરિકા આવેલા હાઈ સ્કિલ્ડ વર્કર્સના પાર્ટનર્સને અમેરિકામાં કામ કરવા માટે એચ-૪ વિઝા મંજૂર કરાય છે. યુએસ કોંગ્રેસના આ અહેવાલ પ્રમાણે, એચ-૪ વિઝા હોલ્ડર્સ ૯૩ ટકા ભારતીય છે અને તે બધી જ મહિલાઓ છે. એટલે કે, એ બધી જ મહિલાઓના પતિ અમેરિકામાં એચ-૧બી વિઝાના આધારે અમેરિકા આવ્યા છે. એવી જ રીતે, અમેરિકાએ પાંચ ટકા ચાઈનીઝને એચ-૪ વિઝા મંજૂર કર્યા છે. અન્ય દેશોના માંડ બે ટકા લોકો માટે અમેરિકાએ એચ-૪ વિઝા મંજૂર કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter