યુએસના બે રાજ્યોમાં ગોળીબારઃ ૧૪નાં મોત

Monday 25th April 2016 07:32 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ગન કલ્ચરને કારણે તાજેતરમાં વધુ ૧૪નાં મોત થયાં છે. યુએસનાં બે રાજ્યોમાં થયેલી ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં આ જાનહાનિ થઈ છે. પ્રથમ ઘટના જ્યોર્જિયા રાજ્યમાં સર્જાઈ હતી જ્યાં એક બંદૂકધારીએ છ લોકોને ઠાર માર્યા હતા. જ્યારે તે બાદ ઓહાયોમાં એક જ પરિવારના આઠ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં એક સગીર પણ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter