વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસના રાજીનામાના એક મહિના બાદ હવે પેન્ટાગોનના ચીફ ઓફ સ્ટાફ કેવિન સ્વિને રાજીનામું ધરી દીધું છે. રિયર એડમિરન કેવિને કહ્યું કે બે વર્ષ સુધી પેન્ટાગોનમાં પોતાની સેવાઓ આપ્યા બાદ મેં નિર્ણય કર્યો છે કે હવે પ્રાઇવેટ સેક્ટરમાં પાછો ફરવાનો યોગ્ય સમય છે. કેવિને રાજીનામામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.