ન્યૂ યોર્કઃ યુએસના ૧૦ રાજ્ય બરફના તોફાનમાં ફસાયા છે. નોરિસ્ટર તોફાનના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. પૂર્વ અમેરિકામાં આશરે ૨૬૦૦ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. એકલા ન્યૂ યોર્કમાં જ ૧૯૦૦ ફ્લાઇટ રદ કરાઈ છે. આ ક્ષેત્રમાં ગયા અઠવાડિયે પણ બરફનું તોફાન આવ્યું હતું. વાહનવ્યવહાર અને ટ્રેનસેવા પણ બંધ કરી દેવાઈ છે. તોફાનથી પાંચ કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે.
વીજળી ગુલ
ફિલાડેલ્ફિયાથી ન્યૂ યોર્ક સુધી વીજ પુરવઠો ઠપ્પ થયો છે. ન્યૂ યોર્ક સિટીમાં ૮-૧૨ ઇંચ સુધી બરફવર્ષા થઈ છે. બીજી તરફ બ્રિટનમાં અંદાજે ૧૦ ઇંચ બરફવર્ષા થઈ છે. અહીં પણ માર્ગ, ટ્રેન, વિમાનસેવા બંધ કરાઈ છે.