ન્યૂ યોર્કઃ આઈવી લીગ યુનિવર્સિટીની એક શ્વેત વિદ્યાર્થિનીએ હિન્દુ સંગીત પીરસ્યું હતું અને ધ્યાન કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ એનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે આ તો સાંસ્કૃતિક કબજો છે.
કેરી ગ્રોસમેને એન ઈવનિંગ ઓફ ડિવોશ્નલ મ્યુઝિક કાર્યક્રમમાં હિન્દુ મંત્રોચ્ચાર કરતાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે શું આ રીતે જાહેરમાં ઉચ્ચાર કરવાની તેની કોઈ સત્તા છે? એમ યુનિ.ના મુખપત્રમાં છપાયું હતું. આ કાર્યક્રમની જાહેરાત ફેસબુકમાં પ્રશ્નોત્તરી, સંગીત અને ધ્યાનની સાંજ તરીકે કરવામાં આવી હતી.
ગ્રોસમેને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો કે જ્યારે એ ભારતમાં ગઈ હતી ત્યારે એણે મંત્રોચ્ચાર શીખ્યા હતા જે એને ખૂબ જ શક્તિશાળી અને મનને શાંતિ આપનાર જણાયા હતા. હિન્દુ મંત્રોચ્ચારના અનુભવ અંગે જણાવવાની શરૂઆત કરતાં જ અન્યોને ગ્રોસમેનનો વિરોધ શરૂ કર્યો હતો.