વોશિંગ્ટનઃ યુએસ પાકિસ્તાનને આર્થિક મદદના બાકી રહેલા ૩૫ કરોડ ડોલર (લગભગ ૨૨૫૮ કરોડ રૂપિયા) નહીં આપે. અમેરિકાનું કહેવું છે કે પાકિસ્તાને હક્કાની નેટવર્કને સમાપ્ત કરવા પૂરતાં પગલાં નથી ભર્યાં. અમેરિકા પાકિસ્તાનને કુલ ૯૦ કરોડ ડોલર (લગભગ ૫૮૦૫ કરોડ રૂપિયા)ની મદદ આપી રહ્યું હતું. યુએસ કોંગ્રેસે શરત લાદી હતી કે પાકિસ્તાનને ૩૫ કરોડ ડોલર ત્યારે મળશે જ્યારે સંરક્ષણ પ્રધાન હક્કાની નેટવર્ક સમાપ્ત થવાનું સર્ટિફિકેટ આપશે.
કોંગ્રેસની શરતો અનુસાર પેન્ટાગોને હક્કાની નેટવર્ક સામે પાકિસ્તાન દ્વારા ઉઠાવાયેલાં પગલાંની સમીક્ષા શરૂ કરી છે. અમેરિકા અફઘાનિસ્તાનમાં પગ પસારતા આ આતંકી સંગઠનને પોતાના માટે ભયજનક માને છે. હક્કાની નેટવર્કે અફઘાનિસ્તાનમાં અમેરિકન હિતને નિશાન બનાવીને સંખ્યાબંધ હુમલા કર્યા છે. તે ભારતીય પ્રતિષ્ઠાનોને પણ નિશાન બનાવતું રહ્યું છે.