વોશિંગ્ટનઃ અમેરિકી સંસદમાં ઓહિયો પ્રાંતના સાંસદ શેરડ બ્રાઉને રજૂ કરેલું નવું બિલ જો પસાર થઈને અમલી બનશે તો ભારત જેવા દેશોમાં કોલસેન્ટર્સમાં કામ કરનારાઓની નોકરી પર ખતરો મંડરાઈ શકે છે. આ ખરડાની જોગવાઈઓ મુજબ કોલસેન્ટરના કર્મચારીઓએ અમેરિકી ગ્રાહકોને પોતાના લોકેશન બતાવવા પડશે અને સાથે જ ગ્રાહક ઇચ્છે તો તેમના કોલ અમેરિકા સ્થિત સર્વિસ એજન્ટને ટ્રાન્સફર કરવા પડશે. દરમિયાનમાં સેંકડો ભારતીય પ્રોફેશનલ્સે મનસ્વી અને પક્ષપાતી દેશ દીઠ મર્યાદાના નિયમનો દૂર કરીને લાંબો ગ્રીનકાર્ડ બેકલોગ નાબૂદ કરવાની માગણી સાથે સમગ્ર અમેરિકામાં શાંતિપૂર્ણ રીતે રેલીઓ યોજી છે.