વોશિંગ્ટનઃ અમેરિકાના પેન્સિલ્વેનિયા અને વેસ્ટ વર્જિનિયામાં હેલ્થકેર ફ્રોડ માટે અને ગેરકાયદેસર રીતે લોકોનો ઓપિઓઈડ વ્યસનની સારવાર અર્થે અપાતી બુપ્રેનોર્ફાઈન કેસમાં ૩ ભારતીય અમેરિકન ડોક્ટર ડો. ક્રિષ્નકુમાર અગ્રવાલ (ઉં ૭૫), ડો. મધુ અગ્રવાલ (ઉં ૬૫) અને ડો. પાર્થ ભારિલ (ઉં ૬૯) દોષિત ઠર્યા છે. મેડિકર અને મેડિએઈડનાં ખોટા ક્લેમ કરાયા હોવાનો પણ તેમના પર આરોપ લગાવાયો હતો. કોન્ટ્રાક્ટર ડો. ચેરિયન જ્હોન અને ડો. માઈકલ બૂમર પર પણ આવા આરોપો લગાવાયા હતા. ખોટી રીતે શિડ્યુલ ૩નો ભંગ કરવા માટે તેમને મહત્તમ ૧૦ વર્ષની જેલની સજા થઈ શકે છે અને ૨,૫૦,૦૦ ડોલરનો દંડ થઈ શકે છે. અનેક દર્દીઓને ખોટી રીતે ઓપિઓઈડનું વ્યસન છોડવા માટે ઉપયોગમાં લેવાતી દવા બુપ્રેનોર્ફાઈન આપી હોવાનો અને મેડિકેર માટે ખોટા ક્લેમ કરવાનો તેમના પર આરોપ છે. આ ત્રણેય ડોક્ટરો જુદા જુદા સ્થળે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને સુબુટેક્સ તેમજ સુબોક્સોન તરીકે ઓળખાતી દવા બુપ્રેનોર્ફાઈનનું ખોટું પ્રિસ્ક્રિપ્શન બનાવીને લોકોને આપતા હોવાનું જણાયું હતું.