લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા. ગોળીબાર બાદ ૨૮ વર્ષીય હુમલાખોર સૈયદ રિઝવાન ફારુક અને ૨૭ વર્ષીય તશ્કીન મલિક એસયુવીમાં ભાગી છૂટ્યા હતા જેમનો પીછો કરીને પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આ હુમલામાં કુલ ત્રણ હુમલાખોર સંડોવાયેલા હતા અને એક હુમલાખોર નાસી છૂટ્યો છે. લોસ એન્જલિસ ટાઇમ્સના અહેવાલ મુજબ, પાર્ટીમાં આ એક હુમલાખોર હાજર હતો, પણ કોઇ મુદ્દે વિવાદ થતાં નારાજ થઇને પાર્ટીમાંથી જતો રહ્યો હતો. એ પછી પોતાના બે સાથીઓ સાથે પરત આવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા બંને હુમલાખોર મૂળ પાકિસ્તાની હતાં અને એક ટિ્વટમાં દાવો કરાયો હતો કે તેઓ લિવ-ઇન-રિલેશનમાં હતા. બંને પોતાના એક મહિનાના બાળકને ઘરે મૂકીને ઘટનાસ્થળે આવ્યા હતા.