ધોરાજીઃ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી તાજેતરમાં બ્રહ્મલીન થયા બાદ અમેરિકાના હરિભક્તોમાં પણ શોકની લાગણી પ્રસરી હતી. અમેરિકન પ્રમુખ બરાક ઓબામાની કિચન કેબિનેટમાં સ્થાન પામનાર મૂળ ગુજરાતી જય પટેલે તાજેતરમાં પ્રમુખસ્વામીને અંજલિ અર્પણ
કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, હું તો શિવ અને હનુમાનજીનો ભક્ત છું, છતાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામીને હું મારા આધ્યાત્મિક ગુરુ માનું છું. તેઓ અમેરિકા આવ્યા ત્યારે આશીર્વચનો લાભ મળ્યો હતો. અમેરિકામાં સ્વામીનારાયણ મંદિર બન્યું તેમાં સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે વિનામૂલ્યે સેવા આપી હતી. રૂ. ૧૫ લાખનું દાન એકલા ન્યૂ જર્સીમાં
મળ્યું હતું.