ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા ત્રણ ભારતીય નાગરિકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ મૂક્યો છે. હવે આ ત્રણેય ભારતીય નાગરિકો શીખ અધિકાર સંગઠન એફએફજે સાથે મળીને સંઘને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે ફરીથી કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સંગઠન દ્વારા અગાઉ પણ સંઘને આતંકી સંગઠન જાહેર કરવા પ્રયત્નો થઈ ચૂક્યા છે.
શીખ્સ ફોર જસ્ટિસે જણાવ્યું હતું કે, ત્રણેય લોકો ભારતમાં સંઘના ‘ઘરવાપસી’ અભિયાનનો ભોગ બનેલા છે. માઇકલ મસીહ (ખ્રિસ્તી), હાશમિઅલી (મુસ્લિમ) અને કુલવિંદરસિંહ (શીખ) આરએસએસની આવી કામગીરીનો ભોગ બન્યા હતા.