વોશિંગ્ટનઃ અમેરિકામાં વ્હાઉટ હાઉસ, પેન્ટાગોન સહિત અનેક જગ્યાએ પોતાની હાજરી નોંધાવ્યા બાદ હવે યોગ દ્વારા હવે અમેરિકાના અંતિમ ગઢ એટલે કે કોંગ્રેસમાં પણ જીત મેળવાયી છે. અમેરિકન સાંસદો અને કેપિટલ હિલના સ્ટાફે એક સાથે મળીને પહેલા પ્રકારનું ‘કોંગ્રેશનલ યોગી એસોસીએશન’ બનાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સમર્થનના આધારે ૨૧ જૂને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. તે દિશામાં અમેરિકામાં મોટું પગલું માનવામાં આવે છે. અમેરિકન કોંગ્રેસની ઐતિહાસિક કેનન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં ગત સપ્તાહે તેનું ઉદઘાટન થયું જેમાં અનેક અગ્રણી સાંસદ હાજર હતા.
આ એસોસીએશને ભારતીય દૂતાવાસના સહયોગથી પ્રથમ ‘યોગ ઓન હિલ’ કાર્યક્રમ કર્યો હતો. તેમાં અનેક પ્રમુખ પૂર્વ સૈનિકો પણ જોડાયા હતા. યોગ અને ધ્યાનના સત્રમાં કોંગ્રેસ (અમેરિકન સાંસદ)ના લગભગ ૬૦ અધિકારીઓ અને સભ્યોએ ભાગ લીધો. કેપિટલ હિલ પર યોગનો બીજો કાર્યક્રમ હતો.
શીખોની પાઘડીનું મહત્ત્વ સમજાવોઃ અમેરિકાના જાણીતા ધારાશાસ્ત્રી જૂડી યુએ જણાવ્યું છે કે શીખ લોકો અમેરિકામાં તેમની પાઘડીનું મહત્ત્વ સમજાવે. એક અહેવાલ મુજબ અમેરિકામાં પાઘડી પહેરીએ શાળાએ જતાં મોટાભાગના શીખ બાળકોની તેમના સહાધ્યાયીઓ મજાક ઊડાવે છે. જૂડીએ જોકે જણાવ્યું હતું કે શીખો એક સદી કરતાં પણ વધારે સમયથી અમેરિકામાં રહે છે. તેમ છતાં પણ અમેરિકાના લોકોને શીખ સંસ્કૃતિ વિશે સમજાવવાની જરૂર છે.
અમેરિકામાં ફરી આતંકી હુમલો ટળ્યોઃ ટેક્સાસમાં મોહમ્મદ પયગમ્બરના વિવાદિત કાર્ટૂન સ્પર્ધામાં પોલીસે કરેલા ગોળીબારમાં બે બંદૂકધારીઓ માર્યા ગયા છે. આ બે બંદૂકધારીઓના શબ દલાસ નજીક કલવેલ સેન્ટરની બહાર જોવા મળ્યાં હતાં. જોકે હજુ સુધી તેમની ઓળખ છતી થઇ નથી. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ બંદૂકધારીઓને ઠાર મરાયા બાદ તેમની સલામતીના ભાગરૂપે બોમ્બસ્ક્વોડને બોલાવવામાં આવ્યું હતું.