વોશિંગ્ટનઃ કેલિફોર્નિયાના યોશેમિતે પાર્કને રિનોવેશન બાદ ત્રણ વર્ષે ખુલ્લો મુકાયો છે. બે હજાર વર્ષ જૂનાં વૃક્ષોને સંભાળવા માટે અહીં રિનોવેશન કરાયું હતું. જેથી આ મહાકાય વૃક્ષોને ત્રણ હજાર વર્ષ સુધી જીવતા રાખી શકાય. આ રિનોવેશન પ્રોજેક્ટ પર ૪૦ મિલિયન ડોલર ખર્ચાયા છે. પાર્કમાં ૫૮૦૦ વૃક્ષો છે. તેમાં ૫૦૦ મહાકાય વૃક્ષ ૩૦૦ ફૂટ સુધી લાંબા છે. તેમાં મોટા ભાગની ઉંમર ૨૦૦૦ વર્ષ જેટલી છે. વૃક્ષોનાં સંરક્ષણ માટે પાર્કમાંથી ડામર રોડને હટાવાયા છે. રોડ વૃક્ષોને નેચરલ પાણી મળતું અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો સુરક્ષિત રહે તે માટે તેને વિશેષ લેપ લગાવાયો છે. હવાના પ્રદૂષણથી વૃક્ષોને નુકસાન ન પહોંચે તે માટે ગાડીઓ પર પ્રતિબંધ મુકાયો છે.