વોશિંગ્ટનઃ યુએસ મેગેઝિન 'બેરન્સ' દ્વારા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન બનાવવાની તરફેણ કરાઈ છે. રાજન આરબીઆઇના ગવર્નર હતા ત્યારે તેમણે કરેલી કામગીરીના અહેવાલ પ્રસિદ્ધ કરીને એક લેખમાં ભારે પ્રશંસા કરાઈ છે. ફેડરલ રિઝર્વના વર્તમાન ચેરમેન જેનેટ યેલેનની ટર્મ આગામી વર્ષના પ્રારંભમાં પૂરી થાય છે.