વોશિંગ્ટન: અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી એસ્ટન કાર્ટર આગામી અઠવાડિયે ભારત પ્રવાસે આવી રહ્યા છે ત્યાં નવી જ ચર્ચાએ જન્મ લીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ ક્ષેત્રે ચર્ચા ચાલી રહી છે કે, ફ્રાન્સ સાથે રાફેલ પ્લેનની ડીલ પાર નહીં પડે તો અમેરિકા સાથે ફાઈટરપ્લેન અંગે કરાર કરશે. ભારત અમેરિકા પાસેથી એફએ-૧૮ ફાઈટર પ્લેન ખરીદી શકે છે. સૂત્રોના મતે આ કરાર થવાની શક્યતા ઉપરાંત બોઈંગ અને લોકહિટ માર્ટિન જેવી ડિફેન્સ કંપનીઓ પણ ભારતમાં પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરી શકે છે.
આગામી સમયમાં અમેરિકા સાથે સંરક્ષણ ક્ષેત્રે મોટા કરાર કરાય તેવી પૂરતી શક્યતાઓ જણાઈ રહી છે. બીજી તરફ અમેરિકી ડિફેન્સ સેક્રેટરી કાર્ટરે જણાવ્યું કે, તેઓ મોદીથી પ્રભાવિત છે. તેમણે મેક ઈન ઈન્ડિયા દ્વારા દરેક બાબતને ભારતીય રીતે વિકસાવવાની પહેલ કરી છે. તેઓ ખરીદદાર નહીં સર્જક બનવા માગે છે.