વોશિંગ્ટનઃ અમેરિકન પત્રકાર જોનાથન એલન અને એમી પાર્નેસે તેમના પુસ્તક ‘ફાઈટ: ઈનસાઈડ ધ વાઇલ્ડેસ્ટ બેટલ ફોર ધ વ્હાઈટ હાઉસ’માં 2024ની અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી પુર અનેક ખુલાસા કર્યા છે. તેમાં દાવો કરાયો છે કે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ વિરુદ્ધ કામ કર્યું હતું. ઓબામાને વિશ્વાસ ન હતો કે હેરિસ ટ્રમ્પને હરાવી શકશે. ઓબામાનું માનવું હતું કે બાઈડેન પદ પર ન રહી શકે અને તેઓ હેરિસને બાઈડેનનો સારો વિકલ્પ માનતા નહોતા. કમલાને નબળા ઉમેદવાર માનવામાં આવતા હતા.
ડેમોક્રેટ્સે 2023માં જ બાઈડેનની ઉમેદવારી પર શંકા કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની ખરાબ તબિયતથી લઈને તેમના મૃત્યુની શક્યતા સુધીની દરેક બાબતનો વિચાર કરાયો હતો.