ફ્લોરિડાઃ અમેરિકાના ટેમ્પામાં વસતા ભારતીય અમેરિકન રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટર્સ રક્ષિત અને કેતકી શાહે ટેમ્પામાં લક્ષ્મીનારાયણ મંદિરના નિર્માણ માટે એક મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૬.૫ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાનની રકમનો ઉપયોગ મંદિરના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ મંદિરમાં સુવિધાઓ પાછળ કરાશે. આ મંદિર ૬૦૦૦ ચોરસ ફૂટમાં બનશે તેવા અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે શાહ દંપતીએ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વીવાયઓ-યુએસએ)ને પણ ૯,૩૦,૦૦૦ ડોલરનું દાન કર્યું છે.
મંદિરના ફાઉન્ડર વ્રજરાજકુમારજીના દિશા-નિર્દેશ અનુસાર આ મંદિરમાં સુવિધાઓ વધારાશે. ધ હિન્દુ ટેમ્પલ ઓફ યંગ્સટાઉનના પ્રેસિડેન્ટ અને મંદિરના ટ્રસ્ટી પેરની ચૌધરીએ દાનનો સ્વીકાર કરતાં જણાવ્યું કે મંદિરના ઇતિહાસમાં કોઇ વ્યકિત દ્ધારા મળેલું આ સૌથી મોટું દાન છે.