લાદેનના પુત્રને પિતાના મોતનો બદલો લેવો છે

Thursday 18th May 2017 08:35 EDT
 

વોશિંગ્ટનઃ અલ કાયદાના પ્રમુખ રહેલા ઓસામા બિન લાદેનનો દીકરો હમ્ઝા પોતાના પિતાના મોતનો બદલો લેવા માગે છે. તે આતંકી સંગઠન અલ કાયદાને ફરીવાર મજબૂત કરી રહ્યો છે. આ દાવો અમેરિકન જાસૂસી એજન્સી એફબીઆઇના પૂર્વ એજન્ટ અલી સુફાને કર્યો છે. સુફાને અમેરિકામાં ૯/૧૧ના આતંકી હુમલા અને અલકાયદાના સંબંધોની તપાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. સુફાને આ દાવો લાદેનના મોત બાદ તેના ત્યાંથી મળેલા પત્રોના આધારે કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter