લાસવેગાસઃ લાસવેગાસના કેસિનોના કર્મચારીઓ છેલ્લા ૩૦ વર્ષમાં પ્રથમવાર હડતાળ પર જશે. કર્મચારી યુનિયને જૂનની પહેલીથી શરૂ થતી હડતાળને સંમતિ આપી છે. આ બનાવથી આ સુપ્રસિદ્ધ પ્રવાસન ધામનું જનજીવન ઠપ્પ થઈ જશે. લાસવેગાસના ૩૪ વિવિધ રિસોર્ટ પર આવેલા કેસીનોના ૨૫૦૦૦ સભ્યોએ નેવાડામાં હડતાળ તરફી નિર્ણય લઈને સંગઠનની શક્તિનો પરચો બતાવ્યો છે તેઓએ નવા પાંચ વર્ષીય કોન્ટ્રાક્ટરની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૨માં પણ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. ૧૯૮૪માં ૬૭ દિવસની હડતાળમાં કરોડો ડોલરનું નુકસાન થયું હતું. આ હડતાલમાં બારટેન્ડર, હાઉસકિપર્સ, ફૂડ સર્વર્સ, પોર્ટર, બેલમેન, કૂક્સ અને રસોડાના કર્મચારીઓ જોડાય તો કરોડો ડોલરનું નુકસાન થવા સંભવ છે.