એલિઝાબેથ ટેલરને તેના પતિ રિચાર્ડ બર્ટન દ્વારા ૪૦મી વર્ષગાંઠ પ્રસંગે ભેટમાં આપાયેલ 'તાજ મહાલ' હિરાનું £૫.૭ મિલિયનમાં હરાજી દ્વારા વેચાણ કરવા માંગતી કંપની 'ક્રિસ્ટીઝ' સામે લીઝની એસ્ટેટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
૨૦૧૧માં મરણ પામેલ લીઝ ટેલરના હીરાજડીત દાગીનાઅો અને કપડાઅોની ન્યુયોર્કમાં હરાજી કરી કંપની £૧૧૮ મિલિયન મેળવવાનો ઇરાદો ધરાવે છે.
પણ હવે ટેલરના ટ્રસ્ટીઅો દાવો કરે છે કે હીરો ખરીદનાર વ્યક્તિ માને છે કે તે હિરો ૧૭મી સદીના મુગલ રાજાનો નથી.