વોશિંગ્ટન: લોસ એન્જલસના જે વિસ્તારોમાં ભીષણ દાવાનળ ફરી વળ્યો હતો તે વિસ્તારોમાં પવનની ગતિ મંદ પડતાં અગ્નિશામકોને આગને શાંત કરવામાં મદદ મળી છે. તેઓ ઝડપથી આગને શાંત કરી રહ્યા છે, પરંતુ એકાદ સપ્તાહથી ઘર છોડીને સ્થળાંતર કરી ગયેલા લોકોની ચિંતા હજી ઘટી નથી. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ઘેર પાછા ફરતાં તેમને હજી એકાદ સપ્તાહનો સમય લાગશે. જે વિસ્તારોમાંથી લોકોનું અન્યત્ર સ્થળાંતર થયેલું છે, અને હાલમાં જે વિસ્તારોને સલામત માનવામાં આવે છે તે વિસ્તારોના બજારો અને મકાનો ટોક્સિક રસાયણોથી પ્રદુષિત તો નથી થયા ને તેની તપાસ કરવાની હજી બાકી છે. તે ઉપરાંત તેવા મકાનોમાં વીજસુવિધા સહિતની જાહેર સુવિધા ફરી શરૂ કરવાના પણ પ્રશ્નો છે.