ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેનાર જે.ડી. વાન્સ તેમના ‘ઇંડિયા કનેક્શન’ના કારણે ચર્ચામાં છે. ભારત સાથેનો તેમનો નાતો પત્ની ઉષા ચિલકુરીના કારણે છે. તેમના પત્ની અને સુપ્રીમ કોર્ટના વકીલ ઉષા આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના વતની છે. ઉષાના પરિવારજનો આજે પણ આંધ્રમાં વસે છે. વાન્સની શપથવિધિના આગલા દિવસે જ આંધ્ર પ્રદેશથી ઉષાના 96 વર્ષના કાકીએ ફોન કરીને તેમને આશીર્વાદ આપ્યા હતા. જે.ડી. અને ઉષા કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા ત્યારે પરિચયમાં આવ્યા હતા અને સમયાંતરે લગ્નબંધને બંધાયા હતા. હિન્દુ ધર્મ પરંપરાથી પ્રભાવિત જે.ડી. અને ઉષા હિન્દુ વિધિથી લગ્નબંધને બંધાયા હતા. (જૂઓ તસવીર)