મિશિગનઃ અમેરિકાના મિશિગનની એક સ્કૂલમાં ૧૫ વર્ષના વિદ્યાર્થી સાથે ૩૦ વર્ષીય શિક્ષિકાએ સેક્સ માણ્યું હોવાનું સાબિત થતાં શિક્ષિકાને લાંબી જેલ સજા થઇ છે. સગીરવયની વ્યક્તિ સાથે સેક્સ માણવા બદલ શિક્ષિકાએ ૧૫ વર્ષ જેલવાસ ભોગવવો પડશે.
વિદ્યાર્થીની ઉંમર ૧૫ વર્ષની હતી. અમેરિકામાં સગીર સાથે સેક્સ સંબંધ બાંધવો ગુનો ગણાય છે અને તેના માટે કડક સજાની જોગવાઇ છે. મિશિગનના મેડિસન હાઇડસ્થિત બિશપ ફોલે હાઇસ્કૂલમાં ૩૦ વર્ષીય કૈથરીન રોક સ્પેનીશ ભાષાની ટીચર છે.
જૂન ૨૦૧૪માં આ કૃત્યના આરોપમાં તેની ધરપકડ થઇ હતી. કોર્ટે કૈથરીનને સાડા પાંચ વર્ષની પેરોલ દ્વારા બહાર આવવાની તક આપી છે.