વર્ષ ૨૦૧૪માં રૂ. ૧.૨૨ બિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે મહેન્દ્ર ધોની પાંચમા ક્રમે છે, જે ગત વર્ષના રૂ. ૧.૨૮ અબજ કરતાં થોડીક ઓછી છે. ‘ફોર્બ્સ’એ જણાવ્યું હતું કે ધોનીએ એમિટી યુનિવર્સિટી સાથે ૨૦૧૩ના અંત સુધીમાં સંયુક્ત રીતે વાર્ષિક ચાર મિલિયન ડોલરની સ્પોન્સરશીપ ડીલ કરી હતી. આ અગાઉ રિબોક તેને એક મિલિયન ચૂકવતું હતું. ‘ફોર્બ્સ’ની મોસ્ટ વેલ્યુબલ એથ્લીટ બ્રાન્ડમાં ૧૦ ખેલાડીઓ દ્વારા જાહેરાતો દ્વારા થતી કમાણીનો સમાવેશ થાય છે, જેમની આવક અન્ય ખેલાડીઓ દ્વારા થતી કમાણી કરતાં વધી જાય છે. ૨૦૧૪માં આ યાદીમાં રૂ. ૨.૨૫ બિલિયનની બ્રાન્ડ વેલ્યૂ સાથે લિબ્રોન જેમ્સ ટોચના સ્થાને છે. એનબીએ ટીમના સૌથી ટોચના ખેલાડીએ નાઇકી, મેકડોનાલ્ડ, કોકા-કોલા અને અપર ડેક જેવી કંપનીઓની જાહેરાતો દ્વારા કુલ ૫૩ મિલિયન ડોલરની કમાણી કરી હતી.