વિશ્વના સૌથી પહેલા પીસીની હરાજી

Wednesday 28th October 2015 07:31 EDT
 

અત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય તેવું વિશ્વનું પહેલું પર્સનલ કમ્યુટર જર્મન હરાજી કંપની ટીમ બ્રેકર દ્વારા આવતા મહિને હરાજીમાં મુકાવાનું છે. આ કમ્પ્યુરની મૂળ કિંમત માત્ર ૪૮૫ પાઉન્ડ હતી અને આ પીસીના આશરે ત્રણ લાખ પાઉન્ડ ઉપજવાનો અંદાજ છે. એપલ ૧ કરતાં પણ ૬ વર્ષ જૂના કેનબેક-૧ નામના આ પીસીનું નિર્માણ ૧૯૭૦માં અમેરિકાના લોસ એન્જેલસમાં જ્હોન બ્લેકનબેકરે કર્યું હતું અને આ વિશ્વનું સૌથી પહેલું વ્યાપારી ધોરણે ઉપલબ્ધ થયેલું પર્સનલ કમ્પ્યુટર હતું. આ કમ્પ્યુટર ફક્ત ૪૦ યુનિટો જ અત્યાર સુધી વેચાયા છે અને જે કમ્પ્યુટર હરાજીમાં મુકાવા જઈ રહ્યું છે તે આ મોડેલનું ૧૭મું ઉત્પાદન હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter