ન્યૂ યોર્કઃ દુનિયાની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ સુસાના મુશાત જોન્સનું ૧૨મી મેએ ન્યૂ યોર્કમાં નિધન થયું હતું. તેઓ ૧૧૬ વર્ષના હતા. જેરોન્ટોલોજી રિસર્ચ ગ્રૂપ મુજબ હવે ઇટાલીની ૧૧૬ વર્ષીય એમાં મોરાનો મારિટિનુજજી દુનિયાની સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બની ગઈ છે. જોન્સનો જન્મ વર્ષ ૧૮૯૯માં અમેરિકામાં આવેલા અલાબામામાં થયો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અને વેન્ડેલિયા સેન્ટર અનુસાર ન્યૂ યોર્કમાં તેમણે હાઉસકિપીંગ ને ચાઇલ્ડકેર પ્રોવાઇડરનું કામ કર્યું હતું. ૧૯૬૫થી તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતાં.