વોશિંગ્ટનઃ અમેરિકાના પેન્સિલવેનિયાના જોશુઆ કિસરે વિશ્વની સૌથી ઊંચી ટોપી બનાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટોપીની લંબાઈ 17 ફૂટ અને 9.5 ઈંચ છે. કિસર કોરોના મહામારી દરમિયાન પેન સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો, અને કોલેજ બંધ થતાં તેણે ટોપી બનાવવાનું શરૂ કર્યું હતું. તેની મહેનત રંગ લાવી અને તેણે વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. આ પહેલાનો રેકોર્ડ 2018માં ઓડિલોન ગોઝારના નામે હતો, જેણે 15 ફૂટ 9 ઈંચની ટોપી બનાવી હતી.