કેન્સાસ સિટીઃ રાજ્યના સાંસદના પુત્રનું વોટર સ્લાઈડમાં મોત થયું છે. અધિકારીઓ અને બાળકના પરિવારે આ જાણકારી આપી હતી. આ વોટર સ્લાઈડને દુનિયાની સૌથી મોટી વોટર સ્લાઈડ માનવામાં આવે છે.
કેન્સાસ સિટીમાં આવેલા શ્લિટેરબાન વોટર પાર્કમાં જે બાળકનું મોત થયું તેને અધિકારીઓ તરત ઓળખ કરી શક્યા નહોતા, પરંતુ રાજ્યના પ્રતિનિધિ સ્કોટ શ્વાબ અને તેમના પત્નીએ એક નિવેદન આપીને કહ્યું હતું કે, એ ૧૦ વર્ષીય પુત્ર સાલેબ થોમસ શ્વાબ હતો. શ્લિટેરબાનના પ્રવક્તા વિન્ટર પ્રોસેપિયોએ કહ્યું હતું કે, બાળકનું મોત પાર્કના મુખ્ય આકર્ષણ વેરુક્ટમાં થયું હતું. આ ૧૬૮ ફૂટ ઊંચી વોટર સ્લાઈડ છે. જેમાં ૨૬૪ પગથિયાં છે. પાર્કની વેબસાઈટ અનુસાર ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેને દુનિયાની સૌથી ઊંચી વોટર સ્લાઈડ માનવામાં આવી છે.