વિશ્વનો સૌથી શાંત ખંડ...

Tuesday 27th February 2024 04:24 EST
 
 

વિશ્વનો સૌથી શાંત ઓરડો ખરેખર કેટલો ‘શાંત’ હોય શકે? આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલો. આ રૂમમાં પ્રવેશનાર હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સાંભળી શકે છે. આ ખંડ યુએસના વોશિંગ્ટનમાં માઈક્રોસોફ્ટના હેડ ક્વાર્ટરમાં આવેલો છે. અને તેણે દુનિયાના સૌથી શાંત ખંડનું બહુમાન મેળવ્યું છે. આ રૂમમાં કોઈ પણ પ્રકારનો પડઘો ઉત્પન્ન થતો નથી. રૂમ એટલો શાંત છે કે વ્યક્તિને પોતાના હૃદયના ધબકારા પણ સ્પષ્ટ સંભળાય છે. આ રૂમનો બેકગ્રાઉન્ડ અવાજ માઇનસ 20 ડેસિબલ છે. માઇક્રોસોફ્ટ આ રૂમનો ઉપયોગ માત્ર કોમ્પ્યુટર અને કીબોર્ડ વગેરેના પરીક્ષણ માટે કરે છે. વર્ષ 2015માં આ રૂમને વિશ્વનો સૌથી શાંત ઓરડો જાહેર કરાયો હતો. આ રૂમ સ્ટીલ અને કોંક્રીટના 6 લેયરની મદદથી બનાવવામાં આવ્યો છે. તેની દીવાલો 12 ઇંચ સુધી જાડી છે. આ રૂમમાં કોઇ પણ થોડીક મિનિટોથી વધુ રહી શકતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter