બર્કલેઃ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોઈ પણ તાર કે દોરા વગર વિશ્વનો સૌથી નાનો ઉડતો રોબોટ વિકસાવ્યો છે. જેનું પહોળાઇ છે માત્ર 9.4 મિલીમીટર જ્યારે વજન 21 મિલીગ્રામ છે. આ રોબોટ અહીંની વિખ્યાત કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર લિવેઈલિન અને તેમની ટીમ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ રોબોટ માત્ર એક જગ્યાએ સ્થિર રહી શકતો નથી પણ ઊભી અને આડી બંને દિશામાં ઉડી શકે છે. વધુમાં તે નાના લક્ષ્યોને પણ હિટ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ પાકની પરાગરજ, અતિશય સાંકડી જગ્યાઓમાં શોધખોળ અને મોટા ડ્રોન ન પહોંચી શકે તેવા વિસ્તારોના સર્વે માટે થઈ શકે છે.