વોશિંગ્ટન: વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઈનર વચ્ચે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જેમાં વિકેશ પટેલ સહિત બે ભારતીયોનો સમાવેશ થાય છે.
રિપોર્ટ મુજબ, જીઈ એરોસ્પેસ એન્જિનિયર વિકેશ પટેલ અને વોશિંગ્ટન ડીસી સ્થિત કન્સલ્ટન્ટ અસરા હુસૈન રઝા અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 5342માં હતા. ગ્રેટર સિનસિનેટીના રહેવાસી વિકેશે હાલમાં જ જોબ બદલી હતી. જીઈના ચેરમેન અને સીઈઓએ કહ્યું કે, આ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીને જ નહીં પરંતુ, જીઈ એરોસ્પેસ ટીમને પણ ક્ષતિ પહોચી છે.
યુએસમાં 2001 પછીની સૌથી મોટી દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 26 વર્ષીય અસરા હુસૈનના સસરા ડોક્ટર હાશિમ રઝાએ કહ્યું કે, તે 2020માં ઈન્ડિયાના યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી અને ઓગસ્ટ 2023માં પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. તેણે ફોન કરીને પરિવારને કહ્યું હતું કે, તે 20 મિનિટમાં લેન્ડ કરી રહી છે. અને થોડી વારમાં જ દુર્ઘટનાના સમાચાર આવ્યા હતા.