ન્યૂ યોર્કઃ અમેરિકામાં ૪૧ વર્ષના આઇટી એક્સપર્ટ માનસિંહ ખાલસા ૨૫ સપ્ટેમ્બરે રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક યુવકોએ તેમની કાર પર બિયરનું કેન ઉછાળ્યું. માનસિંહે ધ્યાન ન આપ્યું તો યુવકોએ પીછો કરીને માનસિંહની કાર રોકાવી. એ પછી કારની વિન્ડોમાંથી તેમનું માથું પકડીને પાઘડી ખેંચીને ફેંકી દીધી અને તેમના ચહેરા પર મુક્કા મારવા શરૂ કર્યા. માનસિંહના કહેવા પ્રમાણે તેઓ અપશબ્દો બોલતા હતા અને મારા ચહેરા પર માર માર્યા પછી તેઓ બૂમો પાડતા હતા કે આના વાળ કાપી નાંખીએ. તેમણે મારું માથું કારની વિન્ડોમાંથી બહાર ખેંચીને ચાકુથી મારા વાળ કાપી નાંખ્યા. માનસિંહ પર હુમલા અંગે શીખ કોએલિશને રિચમંડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.