ન્યૂ જર્સીઃ રવિન્દર ભલ્લા ન્યૂ જર્સીના હોબોકેન સિટીમાં પ્રથમ શીખ મેયરપદે ચૂંટાઈ આવ્યા છે. ભલ્લાને વર્તમાન મેયર ઝિમેરે સમર્થન આપ્યું છે અને જૂનમાં ફરીથી કોઈ ચૂંટણી નહીં થાય એવી ઘોષણા કરી છે. ન્યૂ જર્સીમાં મેયરપદે નિયુક્ત ભલ્લા પ્રથમ શીખ મેયર હશે. ભલ્લાને સાત વર્ષના સિટી કાઉન્સેલરનો અનુભવ છે. મેયર પદે તેમની જીત થતાં તેમના સમર્થકો તેમજ પરિવારજનોએ આ ખુશીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભલ્લાએ ટ્વિટરથી લોકોનો આભાર માન્યો હતો.
અમારા સંપ્રદાય પર ભરોસો કરવા બદલ હું હોબેકો સિટીના લોકોનો આભારી છું. આપણા દેશ અને રાજ્ય પર ભરોસો રાખો. વિજેતા ઘોષિત થયા બાદ પ્રથમ સાર્વજનિક સંબોધનમાં તેમણે આ વાત કહી હતી. હવે સાથે મળીને કામ કરવાનો અને શહેરને એક નવી ઊંચાઈએ લઈ જવાનો સમય આવી ગયો છે. આપણે શહેર માટે કામ કરીને તેને આગળ લઈ જવાનું છે.