• એપલના વેલ્યુએશનમાં ભારે વધારો નોંધાયોઃ એપલ કંપનીના કુલ શેર્સનું મૂલ્ય જે દિવસે પહેલી વખત ૮૦૦ બિલિયન ડોલરને પાર પહોંચ્યું ત્યારે તે ૧ ટ્રિલિયન ડોલરની કંપની બની હતી. અમેરિકાના બ્રોકર ડ્રેક્સેલ હેમિલ્ટને નવી રિસર્ચ નોટને આધારે એપલના એક શેરનો ભાવ ૧૮૫ ડોલરથી વધીને ૨૦૨ ડોલર થવાનો અંદાજ મૂક્યો હતો.
• મગરના નાક પર મુક્કો મારીને બાળકીએ જીવ બચાવ્યોઃ ઓરલાન્ડોના ફ્લોરિડા પાર્કમાં લેક મેરી જેનના કિનારે બે ફૂટ જેટલા પાણીમાં રમતી દસ વર્ષની બાળકીનો પગ અચાનક આવેલા મગરે તેના જડબામાં લઈ લીધો હતો. ૮.૫ ફૂટ લાંબા આ મગરથી પગ છોડાવવા માટે બાળકીએ ભારે હિંમત એકઠી કરીને તેના નાક પર જોરદાર મુક્કો માર્યો હતો. મુક્કો વાગતા જ મગરનું જડબું ખૂલી ગયું હતું અને બાળકીએ જીવ બચાવ્યો હતો. તે અગાઉ પણ એલિગેટર થીમ પાર્કની મુલાકાતે આવી હતી ત્યારે આવા સંજોગોમાં શું કરવું તેની સલાહ અપાઈ હતી અને તેનો તેણે અમલ કર્યો હતો.