વોશિંગ્ટન: નાસાનાં ભારતીય મૂળનાં વૈજ્ઞાનિક સુનીતા વિલિયમ્સ સાથી બુચ વિલ્મોર સાથે લગભગ બે મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બોઈંગ સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે બંને પરત ફરી શક્યા નથી. નાસા પાસે તેમને પરત લાવવાના ગણતરીના દિવસો બચ્યા છે. આ બંને અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ૫ જૂનના રોજ લઈ જવામાં આવ્યા હતા. અવકાશયાત્રીઓનું આ મિશન ફક્ત આઠ દિવસનું હતું પરંતુ, હીલિયમ લીક અને થ્રસ્ટરમાં ખામીને કારણે તેમને પરત લાવી શકાયા નથી. બોઈંગ સ્ટારલાઈનરની આ પહેલી ફ્લાઈટ હતી.
બે મહિનાથી ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોરને પરત લાવવા માટે નાસા પાસે માત્ર 16નો દિવસનો સમય બચ્યો છે કારણ કે, 16 દિવસ બાદ ક્રૂ-9 મિશન પરત આવી જશે. ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી બોઈંગ સ્ટારલાઈનર બંને અવકાશયાત્રીઓને લઈને અવકાશમાં ગયું હતું. જે અવકાશયાન આઈએસએસ સાથે સફળતાપૂર્વક જોડાઈ ગયું હતું. પરંતુ, તેમાં લાગેલા 28 થ્રસ્ટરમાંથી 5 બંધ થઈ ગયા હતા.