વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામેલા ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા રહ્યા કે સોમાલી શરણાર્થી આતંકવાદી છે. અમેરિકામાં હિંસા ફેલાવી રહ્યા છે, પરંતુ અમેરિકન પબ્લિકે સોમાલિયાથી આવેલી શરણાર્થીને મિનેસોટાની સાંસદ તરીકે પસંદગી કરી હતી. ઇલહાન ઉમર અમેરિકામાં મોટા પદ પર પહોંચનારી પ્રથમ મુસ્લિમ સોમાલિયા-અમેરિકન મહિલા છે. ઇલહાન ૩૪ વર્ષની છે. જીત્યા પછી તેણે કહ્યું કે હું હાસિયા પર કરી દેવાયેલા યુવાનોનો અવાજ બનીશ.
મિનેસોટામાં સોમાલી મૂળની સૌથી વધારે ૫૦ હજારની વસ્તી છે. ઉમર પોતાનાં માતા-પિતા સાથે તે સમયે અમેરિકા આવી હતી જ્યારે ત્યાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તે સમયે તે માત્ર આઠ વર્ષની હતી. ઉમર ડમોક્રેટિકને ટેકો આપતી પાર્ટી માંથી ચૂંટણી લડી હતી. અહીંયા રિપબ્લિકન ઉમેદવારે અંગત કારણોને લીધે પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું.