વોશિંગ્ટનઃ યુએસ પ્રેસિડન્ટ બાઇડેને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન અને વિવાદાસ્પદ ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસ ઉપરાંત ફેશન ડિઝાઇનર રાલ્ફ લોરેન, ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી સહિત 19 વ્યક્તિને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રિડમથી નવાજ્યા છે. દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન સ્વર્ગસ્થ એશ્ટન કાર્ટરને પણ દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થશે. પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રિડમ અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રિડમ એવી વ્યક્તિઓને અપાય છે, જેમણે અમેરિકામાં સમૃદ્ધિ, મૂલ્યો કે સુરક્ષા, વિશ્વમાં શાંતિ અથવા અન્ય મહત્વપૂર્ણ સામાજિક, જાહેર અથવા ખાનગી પ્રયાસોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.