ન્યૂ યોર્કઃ અમેરિકામાં વસતા ભારતીયો અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા બન્યા છે. સતત આઠમીવાર ભારતીયો વિજય થયો છે. સ્પર્ધાની ફાઇનલમાં સતત બીજીવાર બે ભારતીયો વચ્ચે જ મુકાબલો થયો. વન્યા શીવશંકર (૧૩) અને ગોકુલ વેંકટચલમ (૧૪) સમાન રહેતા બંનેને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હતા. પછી અનેક અમેરિકન વિદ્યાર્થીઓ રડી પડ્યા અને બોલ્યા કે અમે ક્યારેય જીતી શકીશું કે નહીં. આ સ્પર્ધા માત્ર અમેરિકનો માટે હોવી જોઈએ. અમેરિકામાં ભારતીયોની વસતી એક ટકો છે જ્યારે આ સ્પર્ધામાં તેમનો હિસ્સો પાંચમાં ભાગનો હોય છે. આ વર્ષે ૪૬ સેમિફાઇનલિસ્ટમાંથી ૨૫ ભારતીય હતા.