હત્યાકેસમાં ભારતવંશી બોબી સિંહની ધરપકડ

Thursday 05th September 2024 11:19 EDT
 
 

હ્યુસ્ટનઃ ટેક્સાસના હ્યુસ્ટનમાં 21 વર્ષીય નેપાળી વિદ્યાર્થિનીની હત્યાના કેસમાં પોલીસે બોબી સિંઘ શાહ નામના ભારતવંશીની ધરપકડ કરી છે. બોબી સિંહ પર હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી નેપાળી વિદ્યાર્થિની મુના પાંડેને 24 ઓગસ્ટના રોજ લૂંટના પ્રયાસ દરમ્યાન ગોળી મારવાનો આરોપ છે. સોમવારે મુનાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર ગોળીના અનેક નિશાન હતા. કોર્ટના રેકોર્ડ મુજબ બોબી સિંહ બંદૂકના જોકે મુનાના એપાર્ટમેન્ટમાં બળજબરીપૂર્વક પ્રવેશ્યો હતો. ઘટનાસ્થળના સીસીટીવીમાં આ સમગ્ર ઘટના રેકોર્ડ થઈ છે. સીસીટીવીમાં દેખાયા મુજબ મુના તેની પૂછતી જણાઈ રહી છે કે તે શું કરવા માગે છે. એક કલાક પછી શાહ મુનાના એક પર્સ સાથે ઘરની બહાર નીકળતો જોવા મળે છે. કેટલાક દિવસ પછી એક અજાણ્યા વ્યક્તિએ કોમ્પ્લેક્સના મેનેજમેન્ટને જાણ કરતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પેટ પર અનેક ગોળીઓ મારવામાં આવી હતી તેમજ માથા પર પણ એક ગોળી મારવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter