હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 6 ભારતીય અમેરિકન ચૂંટાયા

Thursday 07th November 2024 00:42 EST
 
 

લંડનઃ અમેરિકામાં પ્રમુખપદની સાથે સાથે યોજાયેલી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીમાં ઝંપલાવનાર 9 ભારતીય અમેરિકન ઉમેદવારોમાંથી 6 ઉમેદવારનો વિજય થયો હતો. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ભારતીય અમેરિકનોના સંગઠનને સમોસા કોકસ તરીકે ઓળખાય છે. હાલ તેમા અમી બેરા, રાજા ક્રિશ્નમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને શ્રી થાનેદારનો સમાવેશ થતો હતો. હવે તેમાં સુહાસ સુબ્રમણિયમનો સમાવેશ થવા જઇ રહ્યો છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં જીતેલા ભારતીય અમેરિકન

-          સુહાસ સુબ્રમણિયમ – 10 ડિસ્ટ્રિક્ટ, વર્જિનિયા

-          શ્રી થાનેદાર – 13 કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ, મિશિગન

-          રો ખન્ના – 17 કોંગ્રેસનલડિસ્ટ્રિક્ટ, કેલિફોર્નિયા

-          પ્રમિલા જયપાલ – 7 કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ, વોશિંગ્ટન

-          અમી બેરા – 6 કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ, કેલિફોર્નિયા

-          રાજા ક્રિશ્નમૂર્તિ – 8 ડિસ્ટ્રિક્ટ, ઇલિનોઇસ




to the free, weekly Gujarat Samachar email newsletter