હ્યુસ્ટન: એક બંદૂકધારીએ વિના કારણે ગોળીબાર કરીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ ગોળીબારમાં છ જણા ઘાયલ થઈ ગયા છે. પોલીસનાં વળતા ગોળીબારમાં આરોપી બંદૂકધારી પણ માર્યા ગયો હતો. આરોપી હ્યુસ્ટનની એક ઓટો પાર્ટસની દુકાનમાં ઘૂસ્યો અને તેણે અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. ગોળીબારનો અવાજ સાંભળતા ચાલીસ પોલીસ કર્મીઓએ ઓટો પાર્ટસની દુકાનને ચારે બાજુથી ઘેરી લીધી અને આરોપી ઉપર ગોળીબાર કર્યા હતા. આરોપીનાં ગોળીબારમાં મારી ગયેલી વ્યક્તિ ઓટો પાર્ટ્સની ગ્રાહક હતી.