ન્યૂ યોર્કઃ બે જોડિયા બહેનો શ્રિયા તથા આદ્યા બિસમ અને એક કિશોર વિનીત ઇદુપુગન્તિ એમ ત્રણ ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી વિજ્ઞાન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેમને એક લાખ ડોલર (રૂ. ૬૭ લાખ)ની શિષ્યવૃત્તિ મળી હતી. દર્દીમાં સ્કિઝોફેનિયાના લક્ષણો દેખાતાં આ બીમારી વકરે એ પહેલાં જ બ્રેઈન સ્કેન અને મનોવૈજ્ઞાનિક તપાસની મદદથી આ બીમારીના નિદાનની પદ્ધતિ અંગે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.
ઓરેગન સ્ટેટનાં પોર્ટલેન્ડમાં રહેતા વિનીત ઇદુપુગન્તિએ બાયોડિગ્રેડિબલ બેટરી તૈયાર કરી છે. શરીરની આંતરિક તપાસ માટે મોઢા વાટે આ બેટરી શરીરમાં મોકલી શકાય છે. વિનીત હાઇસ્કૂલના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. સિમેન્સ ફાઉન્ડેશને આ ત્રણેયની ખૂબ પ્રશંસા કરી હતી.