અમેરિકામાં વકરી રહેલા ગન કલ્ચરનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. મિયામીમાં પોતાના ૪ વર્ષના સંતાને અજાણતાં જ ૩૧ વર્ષીય માતા જેમી ગિલ્ટને ગોળી મારી દીધી હતી. ગિલ્ટને પીઠના ભાગે ગોળી વાગી હતી અને તેની સ્થિતિ ગંભીર છે. જેમીને છૂટથી બંદૂકો ખરીદીને રાખવામાં રસ છે. તેનું જ પરિણામ તેણે ભોગવવું પડ્યું છે.
અમેરિકાના ઘણા રાજ્યોમાં ગન ખરીદવા પર પ્રતિબંધ નથી. પરિણામે લોકો સરળતાથી જીવલેણ હથિયાર ખરીદે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. જોકે અમેરિકી સરકાર પણ ગન કલ્ચરને ખતમ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. સરકારે હાલમાં જ એવું પણ જાહેર કર્યું હતું કે, પૂર્વ પરવાનગી વગર ગન ન ખરીદી શકાય એવા કાયદા બનાવવા અંગે વિચારણામાં છે.