વોશિંગ્ટનઃ અમેરિકામાં ૯.૮ કરોડ ડોલરની છેતરપિંડીના કેસમાં ભારતીય અમેરિકન ગોપાલકૃષ્ણ પાઈ સામે આરોપ મુકાયો હોવાનું જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું હતું. અગાઉ પ્યુર્ટોરિકોમાં રહેતા ટેક્સાસના ગોપાલકૃષ્ણ પાઈ સામે ખોટી માહિતી અને બેનામી મર્ચન્ટ ખાતા ખોલી સ્ટ્રો કંપનીઓ અને અન્ય કંપનીઓના ક્રેડિટ કાર્ડ પ્રોસેસ અને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ કરી નાણાકીય લાભ લેવાનો આરોપ હતો. ઓનલાઈન રિટેલ સેલ્સમાં ગ્રોસ મૂલ્યમાં ૯.૮ કરોડ ડોલરની પ્રોસેસ કરવા એકસો કંપનીઓ શરૂ કરી તેનો ઉપયોગ કરવામાં સંડોવણી દર્શાવી તેઓ લોકોને છેતરતા હતા. ષડયંત્રના એક ભાગરૂપે પાઈએ મે મહિનામાં પ્યુર્ટો રિકોમાં સ્થપાયેલી અને ત્યાંના જ એક્સપોર્ટ સર્વિસીસ એક્ટ હેઠળ નોંધાયેલી મર્યાદિત જવાબદારીના લાભ લેવા માટેની એફ-૯ એડવર્ટાઈઝીંગ એલએલસી (એફ૯) કંપની ઊભી કરી હતી.