વોશિંગ્ટનઃ અમેરિકાના અલાસ્કામાં યોજાયેલી મલ્ટી નેશનલ મિલિટરી કવાયત ‘રેડ ફ્લેગ’માં ઇંડિયન એરફોર્સની ટીમે રાફેલ ફાઈટર જેટ્સ સાથે ભાગ લીધો હતો. રાફેલ જેટ્સે એફ-16 અને એફ-15 ફાઈટર જેટ્સ સાથે જટિલ મિશન હાથ ધર્યા હતાં. ‘રેડ ફ્લેગ’ કવાયતમાં ભાગ લેવાનો મુખ્ય ઉદ્દેશ સાથી દેશો સાથે તાલમેલ વધારવાનો હતો. એરફોર્સની ટીમે 4 થી 14 જૂન સુધી ‘રેડ ફ્લેગ’માં ભાગ લીધો હતો. આ મલ્ટી નેશનલ એક્સરસાઇઝમાં યુએસ એરફોર્સ સાથે ઇંડિયન એરફોર્સ ઉપરાંત જર્મન લુફ્ટવાફે, નેધરલેન્ડ એરફોર્સ, યુકેની રોયલ એરફોર્સ વગેરેએ ભાગ લીધો હતો.