કર્ણાટકના પાટનગર બેંગલૂરુમાં સ્વાદિષ્ટ અને લિજ્જતદાર કહેવાય તેવો વિશ્વવિક્રમ રચાયો છે. અહીં દુનિયાનો સૌથી લાંબો ઢોંસો તૈયાર કરવામાં આવ્યો હતો. બેંગલૂરુના બોમ્મસંદ્રામાં 70 શેફે સાથે મળીને 123 ફૂટ લાંબો ઢોંસો બનાવ્યો હતો. ગિનીસ બુકના પ્રતિનિધિએ આ વિક્રમને માન્યતા આપતું સર્ટિફિકેટ પણ આ કાર્યક્રમના આયોજકોને એનાયત કર્યું હતું. એમટીઆરના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મસમોટો ઢોંસો તૈયાર કરાયો હતો.